Translate

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Home » » How to block some website in computer - કમ્પ્યુટરમાં કેટલીક વેબસાઈટ બ્લોક કરવાની ટીપ્સ:

How to block some website in computer - કમ્પ્યુટરમાં કેટલીક વેબસાઈટ બ્લોક કરવાની ટીપ્સ:

Written By EagleEyes on Sunday 24 January 2016 | 22:05

આજકાલ ઘરે જ કોમ્પ્યુટર માં ઈન્ટરનેટ હોવાથી બાળકો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર વિતાવે છે આથી ટેકનીકલ નથી તેવા વાલીઓને તેમની ઓનલાઈન સેફટી ની ચિંતા નિરંતર સતાવ્યા કરે છે. ફેસબુક અને ઓરકુટ જેવી સોસીઅલ વેબસાઈટમાં તેઓ મોટાભાગનો સમય વેડફી નાખે છે અને ઘણી વખત અજાણ્યા લોકો સુધી પર્સનલ ઇન્ફોર્મેશન પહોચાડી દે છે જે ઘણી વખત ઘણું નુકશાન કરી શકે છે. આ સિવાય બીજી હાનીકારક વેબસાઈટ નું લીસ્ટ હશે જેનાથી વાલીઓ તેમના બાળકોને દુર રાખવા માંગતા હશે આવી વેબસાઈટ કઈ રીતે બ્લોક કરવી તેનું કોઈ નોલેજ હોતું નથી. નેની અને નોર્ટન ઈન્ટરનેટ સિક્યુરીટી જેવા સોફ્ટવેર ઉપલબ્ધ છે પરંતુ તે ફ્રી નથી. અહી પ્રસ્તુત છે થોડી ટીપ્સ જેથી હાનીકારક વેબસાઈટ ઘરના કોમ્યુટરમાં બ્લોક કરી શકાય અને બાળકોને આવી વેબસાઈટ થી દુર રાખી શકાય અને તેના માટે કોઈ સોફ્ટવેર ખરીદવાની કે કઈ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

હવે તમે વેબસાઈટ બ્લોક કરશો એટલે બાળકો તોફાન કરવાના.. આથી પહેલા તેમને થોડી સમજણ આપવી જરૂરી છે જેવી કે:

તમારા બાળકોને અજાણ્યા લોકો સાથે પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરવાથી થતું નુકશાન વિષે સમજાવો.

ઘરમાં કોમ્પ્યુટર એવી રીતે ગોઠવો કે જેથી સ્ક્રીન તમારા સામે રહે અને બાળકોની ગતિવિધિ અને વધારે જોવાતી વેબસાઈટ પર તમારી નજર રહે.

ફેસબુક, ટેગ, વગેરે જેવી સોસીઅલ વેબસાઈટ પર તેના ફ્રેન્ડસ અને તેના મેસેજ સરળતાથી જોઈ શકાય છે.

હવે આપણે જોઈએ કે કોઈપણ જાતના સોફ્ટવેર વગર ઘરના કોમ્પ્યુટરમાં કોઈપણ વેબસાઈટ કેવી રીતેબ્લોક કરાય:

૧. સ્ટાર્ટ બટન ક્લિક કરો અને રન પર ક્લિક કરો. હવે નીચેની લાઈન કોપી કરો અને રન માં પેસ્ટ કરી એન્ટરનું બટન દબાવો
notepad c:\WINDOWS\system32\drivers\etc\hosts
૨. હવે તમારી સ્ક્રીન પર એક નોટપેડ ખુલીગયું હશે અને તેમાં કોઈ સ્ક્રીપ્ટ જેવી ભાષા છે. ચિંતા ના કરો અને છેલ્લી લાઈન પર છેલ્લા અક્ષર પર આવો અને એન્ટર કરો. હવે નીચેની પ્રમાણે ટાઇપ કરો

127.0.0.1 facebook.com

127.0.0.1 myspace.com

ફાઈલ ને સેવ કરો અને બંધ કરી દો. બસ.. હવે ઉપર લખેલી કોઈ પણ વેબસાઈટ તમારા કોમ્પ્યુટર પર નહિ ખુલે. અને આ ટેકનીક થી તમે ઈચ્છો તેટલી વેબસાઈટ બ્લોક કરી શકો છો. અને હવે બ્લોક કરેલી વેબસાઈટ ને અનબ્લોક કરવી હોય કે ફરીથી ખોલવી હોય તો આ ફાઈલ ફરીથી ખોલો અને એ વેબસાઈટ વળી લાઈન હટાવી દો.

પરંતુ યાદ રાખો, આજના બાળકો ઘણાજ સ્માર્ટ હોય છે. બ્લોક કરાયેલી વેબસાઈટ ને ઓપન કરવાના ઘણી ટ્રીક ઉપલબ્ધ છે. આવી ટ્રીક્સ ખુબજ જલ્દી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેથી તે ટ્રીક્સ પણ તમે બ્લોક કરી શકો.
Share this article :
 
Support : Creating Website | Template |
Copyright © 2011. Employment News - All Rights Reserved
Template Modify by EagleEyes Infotech Inspired Dhruv Kyada
Powered by EagleEyes Infotech