Translate

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Home » » give your business an online identity - તમારા બીઝનેસ ને ઓનલાઈન ઓળખાણ આપો ફ્રી માં

give your business an online identity - તમારા બીઝનેસ ને ઓનલાઈન ઓળખાણ આપો ફ્રી માં

Written By EagleEyes on Sunday 24 January 2016 | 21:23

Google India એ ICICI અને HostGator (વેબ હોસ્ટીંગ કંપની) સાથે પાર્ટનરશીપમાં એક નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનું નામ છે India Get Online જ્યાં તમે તમારા બીઝનેસ માટે ફ્રી માં વેબસાઈટ બનાવી શકો છો અને તમારા બીઝનેસને ઓનલાઈન ઓળખાણ આપી શકો છો અને નવા કસ્ટમરને ને આમંત્રણ આપી શકો છો.

 અને આ પ્રોગ્રામ મારફતે તમને એક .in ડોમિન અને એક વર્ષ માટે હોસ્ટીંગ તદન ફ્રીમાં આપવામાં આવશે.અને આ માટે ડોક્યુમેન્ટ્સ માં તમારા PAN અથવા TAN નંબર જોઇશે. સાથે જ તમને ૨૫૦૦ રૂપિયા ની એડવર્ડ પણ આપવામાં આવશે જેનાથી તમે તેટલા રૂપિયાની જાહેરાત કરી શકશો.

આ પ્રોગ્રામમાં રેડીમેડ ટેમ્પ્લેટ પણ ઉપલબ્ધ છે આથી કોઈજ પ્રોગ્રામિંગ નોલેજ ના હોય તો પણ તમે તમારી વેબસાઈટ બનાવી શકો છો. તમારા બીઝનેસ ને મેચ થતું કોઈ પણ ટેમ્પ્લેટ સિલેક્ટ કરો અને તમારી વિગતો તથા પ્રોડક્ટ ના ફોટા અપલોડ કરો અને તમારી વેબસાઈટ તૈયાર. અને તમે તેની જાહેરાત પણ કરી શકો છો, જએરત ના રૂપિયા ચુકવવા પડે છે પરંતુ અહી તમને ૨૫૦૦ રૂપિયા ની જાહેરાત ફ્રી માં મળે છે જેથી તમે ગુગલ પર જાહેરાત કરી શકો છો.

આ પ્રોગ્રામ માં તમારી વેબસાઈટ રજીસ્ટર કરવા માટે અહી ક્લિક કરો India Get Online

હવે પછીના લેખ માં તમારી પ્રોડક્ટ ને ઓનલાઈન કેવી રીતે વેચી શકાય અને ઓનલાઈન ઓર્ડર કેવી રીતે લઇ શકાય તેની વિગતવાર માહિતી મુકીશ.




Share this article :
 
Support : Creating Website | Template |
Copyright © 2011. Employment News - All Rights Reserved
Template Modify by EagleEyes Infotech Inspired Dhruv Kyada
Powered by EagleEyes Infotech